હોલિકા દહન !
બાળપણમાં ઉજવેલા દરેક હોળી ઉત્સવ યાદગાર હોય છે.
હોલિકા દહન માટે ઘરે ઘરે જઈને છાણાં લાકડાં ઉઘરાવવાનું કામ અમારુ રહેતું.
નાની નાની ટોળીઓ બનાવીને સોંપાયેલા લત્તાઓમાં જઈ છાણાં લાકડાં ઉઘરાવતા,
જે ઘરમાંથી છાણાં ના મળે ત્યાં અમારી ટોળી પતરાંનો ડબ્બો વગાડીને સૂત્રોચ્ચાર શરૂ કરી દેતી
અમને છાણાં ના આપે
એના ઘરમાં થાય હોળી
😂😂😂😂😂
અમારાથી થોડા મોટા છોકરાઓ ઘરે ઘરે જઈને ૧ - ૧ રૂપિયો વરગણી ઉઘરાવે... જે પૈસા ના આપે એનુ ધુળેટીના દિવસે ખાસ ધ્યાન રાખવામાં આવે 😂😂😂
ભેગા થયેલા પૈસાથી ખીચડી બનાવવામાં આવે.
સાંજ પછી હોલિકા દહન થાય, સૌ જુવાનિયાં અને બાળકો ગરીબોને ખીચડી વહેંચવા નીકળે.
હોળી ધુળેટીના બે દિવસ ગામમાં કોઈ ભૂખ્યું ન સૂએ એ જોવાનું કામ અમારી ટોળીઓનું હોય.
બીજા દિવસે ધુળેટી 😂😂😂😂😂 અહાહા ગામની ધુળેટી...... હું કેસૂડાંના ફૂલથી બનાવેલા રંગથી જ ધુળેટી રમ્યો છું. ગામ છોડ્યા પછી ક્યારેય ધુળેટી રમ્યો નથી 😢😒 કેમ કે મુંબઈમાં મને કેસૂડાં મળતા નથી. અને હવે મન પણ થતું નથી