માણસો રોજ રંગ બદલીને જીવન જીવે છે,
હોળી આવે ત્યારે કહે છે મને રંગ થી એલર્જી છે....
માણસો રોજ પોતાનો અલગ અલગ રંગઢંગ બતાવે છે,
હોળી આવે ત્યારે કહે છે રંગબેરંગી રંગોનો તહેવાર છે....
માણસો રોજ બીજાની પ્રગતિ જોઈને મનમાં ને મનમાં સળગે છે,
હોળી આવે ત્યારે કહે છે આજે હોળી સળગાવીએ છીએ...
માણસો રોજ કોઈની લાગણી સાથે રમત રમે છે,
હોળી આવે ત્યારે કહે છે અમે તો રંગોથી ધૂળેટી રમીએ છીએ....
માણસો રોજ પોતાના ક્રોધ ને ઈર્ષામાં બળતા હોય છે,
હોળી આવે ત્યારે કહે છે અમે લાકડા છાણાં બાળીએ છીએ....
માણસો રોજ કોઈને કોઈ સંબંધોમાં અહંમના લીધે બગડતા હોય છે,
હોળી આવે ત્યારે કહે છે બધું ભૂલીને નવી શરૂઆત કરીએ છીએ....
-Bhargav Jagad