બુરા મત માનો હોલી હે!
કલર કોઈ ઉપર નાખો કે ના નાખો
હર માનવ રંગાયેલો જ છે!
કોઈ પ્રેમના રંગ , કોઈ વેરાગ્યના રંગમાં ,
કોઈ લાગણીના રંગમાં ,તો કોઈ દુશ્મનીના રંગમાં
કોઈ સુખના રંગમાં , તો કોઈ દુઃખના રંગમાં
બધાજ રંગાયેલા છે જ!
પણ કોઈ બતાવતું નથી કયાં રંગે રંગાયેલા છે.
સપ્તરંગીધનુષ સમી જિંદગી હોય છે!
દરેકની પોતાના કર્મ પ્રમાણેની જિંદગી હોય છે અનિલ!
તારો રંગ તો બતાવ!
હું તો અનિલ છું...પવન ને કોઈ રંગના હોય
તે બધે જ ભળી જાય છે!
છતાં દેખાતો નથી!
અનિલ ભટ્ટ
-Anil Bhatt