જિંદગી આમ તો પળોજણ છે,
પણ ન છૂટી શકે એ વળગણ છે.
આ તે અસ્તિત્વ છે કે છે આરસ?
છે સુંવાળું, છતાંય કઠણ છે!
કોઈ રણદ્વીપ જોઈ લ્યો જાણે!
આયખું લીલુંછમ, છતાં રણ છે!
મન રહે છે સતત તણાવમાં !
રામ એમાં છે ને એમાંજ રાવણ!
હાથમાં ક્યાં છે અંત કે આદી!
એજ તો રાહીની મથામણ છેઃ
રચના: અજ્ઞાત
શુભ રાત્રી 🙏🏻