Gujarati Quote in Microfiction by Ridj

Microfiction quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

સમજવા લાયક વાત... જેમ્સ બૈરી નામના લેખકે એક સરસ વાત કરી છૅ કે અગર તમારી પાસે પ્રેમ છે તો તમારે બીજી કોઈ વસ્તુ ની જરૂર નથી, પરંતુ તમારી પાસે પ્રેમ નથી તો એ વાત થી વધારે ફરક નથી પડતો કે તમારી પાસે શું છે. મતલબ કે જીવન માં પ્રેમ જરૂરી છે.પ્રેમ એટલે શું??? બે વિજાતીય વ્યક્તિ ઓ ની એકબીજા માટે ની લાગણી અને તડપ???માતા ની આંખોમાં છલકતો સંતાનો માટે નો વત્સલ્ય નો દરીયો કે બે મિત્રો વચ્ચે વિક્સતી નિખાલસ લાગણી?? હા આ બધું પ્રેમ છે. પણ પ્રેમ ને કોઈ વ્યાખ્યા માં બાંધી શકાય નહીં. એ એક એવો એહસાસ છે, જેના અનુભવ થી વ્યક્તિ ખુદ ને સભર પરિપૂર્ણ અને મૂલ્યવાન સમજે છે અને આ પ્રેમ કોઈ પણ બે વ્યક્તિ વચ્ચે હોઈ શકે. આ એહસાસ માં- બાપ, પતિ- પત્ની, સંતાન , મિત્ર, પ્રેમી કોઈ પણ દ્વ્રારા મળી શકે. અને એ સત ત કોઈ ને કોઈ સ્વારૂપે વ્યક્ત થતો રહે છે. કયારેક ચિંતા રૂપે, ક્યારેક suport રૂપે, કયારેક પ્ર શનશા રૂપે, કયારેક સન્માન રૂપે, અને હા ક્યારેક એ ગુસ્સા કે જીદ રૂપે પણ વર્તાય. જરૂર છે એ પ્રેમ ને સમજવાની.. સમય, સંજોગો, સ્થળ મુજબ એની અભિવ્યક્તિ ના સ્વારૂપ બદલાય કરે છે...
courtesy---newspeper cutting.

Gujarati Microfiction by Ridj : 111792490
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now