Gujarati Quote in Poem by અધિવક્તા.જીતેન્દ્ર જોષી Adv. Jitendra Joshi

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ગઝલ :- પરખી લેજો
-------------------------
આંખો અંદર ઝિલ-મિલ,ઝિલ- મિલ જેવું છે એ પરખી લેજો.
દિલની અંદર રેશમ-રેશમ જેવું છે એ અડકી લેજો.

મનની અંદર બે'ક વિચારો માણસ-માણસ રમતા'તા,
બારે જઇ એ ક્યાં સંતાયા,દેખાયે તો પકડી લેજો.

હોઠ ઉપર અટકેલા શબ્દો, પાછું વાળી કહેવા લાગ્યા,
જો જો પાછા આવીશું નૈ, જે પણ બોલો સમજી લેજો.

એક હૃદયને મળવા માટે, આંખે હા પાડી એ શરતે,
સાગર માફક દિલની અંદર, હળવે-હળવે ધરબી લેજો.

મનમાં કાયમ સારા-સારા ભાવો જાગે એવું ક્યાં છે?
ત્યારે ત્યારે મનને મારી,હોળી માફક સળગી લેજો.

જીવતરમાં પ્રેમીજન થઈને, વરસવાનું જો થાયે તો,
જેમ ' ધમલ ' આ વાદળ વરસે,મન મૂકીને વરસી લેજો.

#ધમાલ

Gujarati Poem by અધિવક્તા.જીતેન્દ્ર જોષી Adv. Jitendra Joshi : 111791360
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now