Gujarati Quote in Poem by Saliil Upadhyay

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

Kavi Shunya Palanpuri:- Palanpuri

બહાર થી દેખાય, એટલા ભીતરથી રૂપાળા નથી હોતા,
સબંધો બધા તમે માનો છો, તેટલા હુંફાળા નથી હોતા,

ભૂલી જાઓ, કે તમારો સૂર્ય મધ્યાને હતો એક દિવસ,
આથમતા સુરજ ના, કઈ બહુ અજવાળા નથી હોતા,

અવગણના થાય, તો આંખ આડા કાન કરજો પ્રેમથી,
એવું ઘર ક્યાં મળે, કે જ્યાં લોહી ઉકાળા નથી હોતા,

ઉંમર ભલે વધે, પણ અભરખા થોડા ઓછા રાખજો,
જપી જાવ, પહેલા જેવા યોવનના ઉછાળા નથી હોતા,

અહમ ઘવાશે, ક્યારેક ઈગો પણ ટકરાશે આવેશમાં,
સ્વમાન સાચવજો, સહું કઈ સંયમવાળા નથી હોતા,

અફસોસમાં નીકળી જશે આયખું આખું, એમ ને એમ!
માણો મન ભરી, જિંદગીના દરેક રંગ ધોળા નથી હોતા,

મિત્ર! જીંદગી અને ગણિત ને જોડાશો તો ખાશો ખતા!
લેણદેણ હશે તો લેશો, બાકી શૂન્યના સરવાળા નથી હોતા...

શૂન્ય પાલનપુરી

Gujarati Poem by Saliil Upadhyay : 111791359
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now