દલીલો ન કરવી ન દાવાઓ કરવા,
બધી વાતના ના ખુલાસાઓ કરવા.
બધા ચૂપ થયા એ બાબત વિશેની
થયા એકઠા લોક ચર્ચાઓ કરવા.
મખમલની ગાદીમાં ઊંઘ જો ન આવે,
બહેતર છે ધૂળમાં ઉતારાઓ કરવા.
હૃદયમાં જો ભક્તિ નથી દેશ માટે
પછી દેશ માટે ન નારાઓ કરવા.
પીડામાંથી મુક્તિ અપાવે છે મૃત્યુ,
અવસર ગણી ખાસ જલસાઓ કરવા.
#અજ્ઞાત