આજે મોબાઈલ હાથ માં લીધો તો જોયું અરે યાર આજે તો સોશિયલ મીડિયામાં સ્ત્રી છવાઈ ગઈ છે.બધે સ્ત્રી ના સમ્માન ના -સ્ત્રી ની મહત્તા ના મેસેજ જોવા મળી રહ્યા છે,અચાનક બધા ને એનું સમર્પણ યાદ આવી ગયું.અરે હાં .. યાદ આવ્યું આજે women's day છે
શું લાગે છે ? આજે એક દિવસ અહીં તહીં થી મેસેજ ફોરવર્ડ કરી દઈશું એટલે સ્ત્રીનું - માતા ,બહેન , દિકરી હોય કે પછી પત્ની હોય એનું ઋણ ચૂકવાઈ જશે ??
આ સમ્માન દિલ માં હોવું જોઇએ અને માત્ર એક દિવસ પૂરતું નહીં પણ સદા રહેવું જોઈએ અને દરેક સ્ત્રી માટે હોવું જોઈએ.