Gujarati Quote in Shayri by Ronak p

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

પ્રેમ નાં સમીકરણ

પ્રેમ, કેટલો અદભૂત અને અવિસ્મરણીય અનુભવ..પ્રેમ એટલે દરિયા નાં ઉછળતા મોજા, પક્ષી નો કલરવ, પ્રિયજન ની આંખો નું સ્મિત(હા, આંખો નું), જીવન સાર્થક થયા ની લાગણી, સપ્તપદી નાં સાત વચન, વિ...અને હા, પ્રેમ એટલે શ્રી કૃષ્ણ નાં વાંસળી ના સપ્ત સુરો માં રહેલી શ્રી રાધા જી ની ઉર્મિઓ....

૧૪ ફેબ્રુઆરી, જાણે પ્રેમ નો વસંત...ફિલ્મો અને કિતાબો માં એક પ્રેમી બીજા પ્રેમી ને ચાંદ, તારા તોડી લાવવાનું કહે છે..આમ જોવો તો આ એક રૂપક જ છે..આ ચાંદ - તારા એટલે એક બીજા ના મન માં રહેલું એક અપૂર્ણ સ્વપ્ન. દરેક વ્યક્તિ નાં મન માં કોઇ ક સ્વપ્ન હોય છે જે અત્યાર સુધી પૂર્ણ નથી થયું અને કદાચ જીવન સાથી સાથે મળી ને એ પૂર્ણ થાય, ત્યારે એ ચાંદ અને તારા લાવ્યા બરાબર કહેવાય.

બદલાતા સમય ની સાથે ઉપર જણાવેલ પ્રેમ ની પરિભાષા પણ થોડી બદલાયેલ છે. કોઈક માટે દોસ્તી એ પ્રેમ છે, તો કોઈક માટે સમ્માન એ જ પ્રેમ છે. પણ સાચા અણી શુદ્ધ પ્રેમ માં તો પોતાનું કોઈ અસ્તિત્વ જ નથી, પોતે ગૌણ છે, છે તો ફક્ત એનો પ્રેમ. તમારા સર્વ માં એ પ્રેમ જ દેખાય છે...જેમકે, અમેઝોન નાં ઓર્ડર બુક માં એનું જ લીસ્ટ છે, મોબાઈલ નાં ગેલેરી માં એના જ પિક છે, ચાની ચર્ચા માં અને અંતર નાં ઊંડાણમાં - ફક્ત એનું જ લીસ્ટ છે.
આજના આ દિવસે, આપણે જેને પ્રેમ કરીએ છે એ હંમેશા ખુશ રહે, એના જીવન માં હંમેશા આનંદ અને સ્નેહ રહે બસ એવી જ પ્રભુ ને પ્રાર્થના.

Gujarati Shayri by Ronak p : 111789998
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now