મન એટલે વિચારોનું પોટલું.
શરીર આપણી પાસે જ હોય પરંતુ મન ગમે ત્યાં ભટકતાં રહેતું હોય છે . મનના તરંગો લાંબી ઉડાન ભરવા માંગે છે.
મન ઘણા પ્રયત્ન પણ કરે છે પરંતુ અનેક સમસ્યાઓ અને સંઘર્ષો કર્યા પછી જ સફળતા મેળવી શકાય છે.
કહેવાય છે કે મન હોય તો માળવે જવાય એ સત્ય છે.
તમારું મન ઉચ્ચ વિચારોથી ભરપૂર રાખવું જોઈએ.
જેવું વિચારશો એટલુ જ કોઈ કામ સફળ થશે મનને ક્યારે અવિચલિત વિચારો તરફ ના દોરાય એનું ધ્યાન રાખવું જોઈએ.
હંમેશાં સારા વિચારો અને સારા માર્ગ પસંદ કરવો જોઈએ.
મને હંમેશા તેમાં સતત સાથ આપતું હોય છે.
-Bhanuben Prajapati