ક્ષિતિજમાં રંગોનો અનેરો ઉત્સવ છે....
જિંદગીની ચડતી પડતીનો જ મહોત્સવ છે...
સવારે જન્મના ઉદભવનો કલરવ છે...
અને સાંજે પ્રસરતો મૃત્યુનો પગરવ છે...
વચ્ચે છે યાત્રા જીવન ના દરેક પડાવની...
ઠંડકની, અગનની ને ગમતા વિસમાઓની...
કાળા ડીબાંગ વાદળોને હિંમત ભેર ભીડવાની...
સઘળું સ્વીકારી ને સ્નેહ વરસાવવાની....
અસ્ત થતા જીવનમાં અલિપ્ત રહેવાની...
વાત ફક્ત એટલી કે સાક્ષી બની જીવવાની...
-Tru...