પંખીડાના સૂર સંગાથે આજની પ્રભાત આવી.
જટ પટ જાગ જો ને કેવી શિતળ સવાર આવી.
ખિલતા ખિલતા તડકામાં જો ને ઝાંકળ આવી.
વસંત ની વધામણી સાથે આંબે આંબે કેરી આવી.
વૃક્ષોની ડાળીએ નવા પર્ણો ની વણઝાર આવી.
ફાગણ ની ફોરમે જોને કેશુડા ની કતાર આવી.
કહે નર આતો ઠંડી ગરમીની મિશ્ર ઋતુ આવી.
નારાણજી જાડેજા
નર
મુન્દ્રા