પ્રીતિ લોકોના ઘરેથી કચરા ,પોતા , વાસણ કરીને આવી રહી હતી.અને હાથમાં વધેલી રોટલી અને શાક શેઠાણીએ આપ્યું હતું તે એક કોથળીમાં હતું.એને જોયું તો એક" માં " એના છોકરાને ખવડાવવા ભીખ માગતી હતી.પ્રીતિએ એને ખાવા આપ્યું અને પાણી આપ્યું અને તેને કહ્યું હું તમને એક ઘરના કચરા, પોતાનું કામ અપાવીશ.પેલી તૈયાર થયી ગયી.બીજા દિવસે એ જે ઘરે લઈ ગઈ તેનીજ પત્ની હતી એ શેઠ ખૂબ ખુશ થયા એને કહ્યું પ્રીતિ અમે એક એક્સિડન્ટ માં છુટા પડ્યા હતા.મારી પત્ની છે.એને યાદ શક્તિ ગુમાવી દીધી છે.પણ કુદરતનો આભાર આજે મને બધું સુખ આપી દીધું.એમ કહીને શેઠે પ્રીતિને એક મકાન ભેટ આપ્યું.અને ધંધામાં એના પતિનો ભાગ કર્યો અને પ્રતિની ગરીબી હટી ગઈ.કુદરત તમારા દાનનો બદલો ગમે તે રીતે આપી દે છે.કુદરત ખુદ નથી આવતી પણ કોઈના દિલમાં કુદરત વસી જાય છે.હંમેશા ગરીબને દાન આપો, ભૂખ્યાને ભોજન આપવું, તરસ્યાને જળ આપવું એજ આપણો ધર્મ અને કર્મ છે
-Bhanuben Prajapati