ઉજવ, આજ વર્ષગાંઠ છે!!
નવો દિવસ, નવું વરસ,
ઉજવ, આજ વર્ષગાંઠ છે,
હૈયે ઉમંગ, દિલમાં તરંગ,
ઉજવ, આજ વર્ષગાંઠ છે!
વધે છે વરસો, કે અનુભવો,
કે પછી, સમીપતા મૃત્યુની?
છોડને, એ વિચાર,
ઉજવ, આજ વર્ષગાંઠ છે!
ઈચ્છાઓ, સાવ કોરી,
થાશે હવે, ચોક્કસ પુરી,
કરી લે, ખુદને તૈયાર,
ઉજવ, આજ વર્ષગાંઠ છે!
વિતી ગઈ રાત,
‘ને ઉગ્યું, સોનેરી પ્રભાત,
લઇને, આવ્યું નવી આશ,
ઉજવ, આજ વર્ષગાંઠ છે!
કોણ પોતાનાં, કોણ પરાયાં,
છોડને, બધી બબાલ,
“ચાહત” છે, તારી સાથ,
ઉજવ, આજ વર્ષગાંઠ છે!!
💕ચાહત💕
(Neha Desai NJ)