અસ્વીકાર નો સ્વીકાર કરી શકે એનો જ સ્વીકાર કરવો.
- ડો. નિમિત્ત ઓઝા
એક લાઈન માં જ કેટલું બધું આવી ગયું. આજે કોઈને ના સાંભળવી નથી ગમતી, ના સાંભળવા મળે એટલે એટલે તરત મને કેમ કોઈએ ના પાડી, ના પાડી જ કેમ શકે. બધી જ વ્યક્તિ પાસે આપણી બધી જ અપેક્ષાઓ, માગણી, રીક્વેસ્ટ નો જવાબ હા જ મળે એવું નથી હોતું. અને એ સ્વીકારી સહજતા થી લેવું બહુ જ જરૂરી છે. આપણા જીવન માં ઘણી બધી વ્યક્તિ આવતી હોય છે, બધાની દરેકે દરેક માગણી આપણે પૂરી ના જ કરી શકીએ કરવાની પણ ન હોય. આપણી ઈચ્છા વગર કોઈને ખરાબ ના લાગે એટલા માટે ક્યારેય કોઈને કોઈ પણ વાત માટે હા પાડવી એ પાછળ થી આપણા માટે જ દુઃખનું કારણ બને છે. તમે એક હદ કરતા વધારે બીજાને ખુશ કરવામાં બધા ને હા જ પાડો, એક સમયે તમે અંદર થી ખાલી થઈ જાવ છો. બીજા આપણને ના પાડે એને સહજતાથી સ્વીકારો અને તમે પણ બીજાને જરૂર લાગે ત્યાં ના પાડતા શીખો..