પરાણે પુણ્ય કરાવી શું કરીશ, !?,
જય શ્રી કૃષ્ણ બોલાવી શું કરીશ. !?.
દિલમાં મહોબતની આગ જ કિયાં છે, !?,
ખાલી ખોટા હાકોટા પડકારા કરાવી શું કરીશ. !?.
મન મોઢું આપવા ખાતર આપે છે, તને, !?,
દિલની વાત સમજે નહીં તેને સમજાવી શું કરીશ. !?.
સામેથી લક્ષ્મી ચાંદલો કરવા આવે ત્યારે,
મોઢું ધોવા જાય તેને ચાંદલો કરી શું કરીશ. !?.
એક હાથે તાલી કદી નહીં પડે સમજાય છે, !?,
અઝીઝ હવામાં ખોટું બાણ મારી શું કરીશ. !?.
#અઝીઝ