ખાલી મહેંદી વાવી દેશો તો રંગ નહીં લાગે,!?,
હાથ પર મહેંદી લગાવ્યા વિના લાલ રંગ નહીં લાગે.!?.
લીલી, પીળી,પોપટી રંગ તો વસંત ખીલવશે,
પ્રેમનો લાલ રંગ દિલમાં લગાવ્યા વિના રંગ નહીં લાગે.!?.
ખાલી ગીતો ગાવાથી દિલ નહીં બહેલાય,
સ્નેહાળ ચિત્રમાં રંગ પૂર્યા વિના રંગ નહીં લાગે.!?.
સામે ચાલી સપ્તરંગી ફૂલોનો ગુલ દસ્તો ખીલવું,
લાલ ચટક ગુલાબ આપ્યા વિના રંગ નહીં લાગે.!?.
મહોબતના ચમનને નિત્ય પાણી પાવું પડે,
અઝીઝનાં દિલ આંગણે રંગોળી પૂર્યા વિના રંગ નહીં લાગે.!?.
#ભાટી_એન_અઝીઝ
24/02/2022