દૂર સુધી આજ નજર ફરી-વળી;
મુંજને જ હું જ્યાં હતી ત્યાં જ મળી,
હતું તે થયું ન્હતું પલમાં વળી;
એકલતામાં સંપુણઁ, મારી જાતને મળી,
ક્રોધ-ડર-ચીંતા-દ્રીધા પલમાં ટળી;
વિશાળ રણમાં પણ સંતુષ્ટ એવી મુજને મળી,
કહું છું દોસ્ત! હળવેકથી તને વળી;
અસફળતામાં જ હું મુંજને સફળ મળી!
-Falguni Dost