હે જગદીશ તારે ખજાને ક્યાં ખોટ હતી?
ઘણાં છે તારી પાસે મારી માંની શુ જરૂર હતી?
હે ઈશ્વર મારે વધુ કાંઈ નથી કેવું તને,
પણ મને ઇ ખબર છે કે તુંય કોક દિ માણસ હતો.
તારે તો બે માં હતી, એક યશોદા ને બીજી દેવકી,
મારે તો એક જ દિના માં,
ઇ ય તું છીનવી ગયો?
એટલું તું સમજી લેજે ભલે તું ઈશ્વર છો,
પણ મારી મારી માંની તોલે તું ના આવે.
ઇ માંગ્યા વગર આપતી,
ને તારી પાસે માંગી માંગી ને થાકીએ તોય તું ના આપે,
તું ઈશ્વર થઈ ને માણસ થયો,
ને મારી માં,
માણસ થઈ ને ઈશ્વર થઈ ગઈ.