મારી કવિતાઓમાં વીંટળાયેલી રહે છે મારી જ વાતો,
મારી કવિતાઓમાં સંગ્રહાયેલી રહે છે મારી જ યાદો...
મારી કવિતાઓમાં લખું છું હું મારી દિલની વાતો,
મારી કવિતાઓમાં લખું છું મારા દર્દની બધી યાદો....
મારી કવિતાઓ કોઈ માટે છે વાસ્તવિકતા,
મારી કવિતાઓ કોઈ માટે છે કલ્પનાઓ....
મારી કવિતામાં કોઈ મહેસુસ કરે છે લાગણીઓ ,
મારી કવિતામાં કોઈને લાગે છે ફકત આ શબ્દો...
મારી કવિતાઓને વાંચીને કોઈ પૂછે છે શું થયું જો,
મારી કવિતાઓને વાંચીને કોઈ બોલે છે વાહહ....
મને ગમે છે એટલે લખું છું આ કવિતાઓ,
બીજાને દેખાડવા માટે નથી લખતો આ કવિતાઓ....
-Bhargav Jagad