વિચારો પર નિર્ભર છે જીવન ને જીવન જીવવાની રીત,
કોઈ ને પાણીથી ભરેલો અડધો પ્યાલો લાગે,તો કોઈને અડધો પ્યાલો ખાલી દેખાય.
દૃષ્ટિકોણ કેવો છે એની જીવન પર તીવ્ર અસર પડે છે....
કોઈ દુઃખમાં પણ સુખની પળ શોધી કાઢે છે, તો કોઈ સુખના પોટલાંનો ભાર સહન નથી કરી શકતાં,
વસ્તુ કે પૈસા કે અન્ય કોઈ વ્યક્તિ વ્યક્તિને સુખ નથી આપી શકતું,
પણ ખરા સમયે એના વિચારોની તીવ્રતા અને જીવનમાં આવતી પરિસ્થિતિઓનો સામનો કરતાં કરતાં આવેલી સ્થિરતા જ સુખી કરી શકે છે.
જીવનને સુખનું સ્ટેશન બનાવવાનો પ્રયત્ન કરવો ,જ્યાં દુઃખની ગાડીઓ આવે તો ખરી પણ વધારે સમય ટકી ના શકે
બાકી દુઃખી તો અહીં દરેક આત્મા છે.
-@nugami.