નરાધમો ખુલ્લેઆમ પિશાચી તાંડવ કરે,
અને નિર્દોષ લોકો જાહેરમાં કમોતે મરે.
નપુંસક વ્યવસ્થા ને અપનાવી છે આપણે,
જનજીવન ડરી ને ક્યા સુધી ડુસકા ભરે.
હવે લખતા પણ મને શરમ આવે છે બધું,
સેવકોના મગરમચ્છના આંસુઓ કેમ ખરે?
શુ કાયદો વ્યવસ્થા આપી છે રહેનુમાઓ,
કાયદાના નિચેજ અનેક ઘટનાઓ બને.
જેઓ રહે છે સુરક્ષા વચ્ચે તેને શું ખબર,
દીકરીઓ કઈ રીતે પહોંચે છે પોતાના ઘરે.
વર્ષો વિતે છે ન્યાયમાં તેનું આ પરિણામ છે,
સરેનામ હત્યા કરી યુવતીની હેવાની નરે.
સુરતની એ ઘટના નાક કાપી ગઈ છે તેમનું,
મનોજ જે સુરક્ષાની ક્ષણે ક્ષણે વાહ ભરે.
મનોજ સંતોકી માનસ