પ્રેમભરી લાગણીથી આ સ્નેહનો સંબંધ બંધાય,
સ્નેહના વિશ્વાસથી તૂટેલા સંબંધો પણ સંધાય...
કોઈકનું જીવનમાં આવી જવાથી જીવન બદલાઈ જાય,
હૈયાના હેતથી આ નાજૂક સંબંધોની દોર સચવાય.....
અજાણ્યા પણ પ્રેમ ભાવથી કયારે પોતીકા બની જાય,
નિસ્વાર્થપણા ભાવથી આ દોસ્તીનો સંબંધ સ્થપાય....
મીઠી સ્માઈલ આપીને આ હ્રદયમાં કાયમી સ્થાન બનાવી ગયાં,
નિસ્વાર્થ પ્રેમથી આ જિંદગીને ક્ષણો રંગીન બનાવાય...
થોડું નિખાલસપણું બતાવીને સ્નેહનો અતુટ સંબંધ બનાવી ગયાં,
કદી વિસરાય નહી એવો જન્મોજન્મોનો સંબંધો સ્થાપી ગયાં....
-Bhargav Jagad