અજ્ઞાત
*પચાસે પહોચવા આવ્યા ત્યારે ફાળ પડી*,
*કે હજુ સાચું જીવવાનું તો બાકી જ છે*...
*શરીરને થોડું ટટ્ટાર કર્યું ફરીને જીવવા માટે*,
*ત્યાં ખબર પડી કે મણકાઓ ઘસાઈ ગયા છે*...
*આંખોને જ્યાં ખોલી સ્વપ્નાઓ જોવા માટે*,
*ત્યાં ખબર પડી કે આંખોમાં તો મોતિયા છે*...
*દિલ પર હાથ રાખી નવી જ સફર શરૂ કરી*,
*ત્યાં ખબર પડી કે એક બે નસો જ બંધ છે*...
*મુઠીઓ વાળી ફરી વખત થોડું દોડી લેવા ગયા*,
*ત્યાં ખબર પડી કે શ્વાસ તો સાવ ટૂંકા જ છે*...
*સંતાનો સાથે બેસી વાતો કરવાની ઈચ્છા થઈ*,
*પણ બધા જ તેમની જિંદગીમાં વ્યસ્ત નીકળ્યા*.
*થોડા અધૂરા સંવાદો ફરી કર્યા પત્ની સાથે*,
*ત્યારે ખબર પડી કે તેને તો કાનમાં ધાક છે*...
*અંતે મિત્રોની ટોળકીમાં જઈને ધીંગામસ્તી કરી,*
*ત્યારે અહેસાસ થયો કે અંહી જ તો શાંતિનો વાસ છે...*
🙏🏻 *સર્વે મીત્રો ને સમર્પીત*🙏🏻
🙏🏻 જય શ્રી કૃષ્ણ 🙏🏻