એક વાર એક પોપટ અને તેનો માલિક હવાઇ મુસાફરી કરી રહ્યાં હતા. પોપટ તો વિમાનની બારીમાંથી બહાર દેખાતા દ્રશ્યો જોઈને ખુશખુશાલ થઇ ગયો. વિમાને પુરી ઉંચાઈ પ્રાપ્ત કરી લીધી હતી નીચે વાદળો જાણે રૂના ઢગલા કર્યા હોય એવા દેખાતા હતા..
હસમુખી એરહોસ્ટેસ થોડી થોડી વારે અવર જવર કરી રહી હતી. વિમાનનો માહોલ જોઇને પોપટ તો મોજમાં આવી ગયો અને એરહોસ્ટેસને જોઈને પોપટે સીટી મારી. એરહોસ્ટેસે પાછું વળીને પોપટને જોઈ સ્માઈલ આપી.
પોપટની આ હરકત અને એરહોસ્ટેસનો રિસ્પોન્સ જોઈને પોપટના માલિકને પણ એરહોસ્ટેસ સામે સીટી મારવાની ઈચ્છ થઈ ગઈ...
પોપટએ માલિકને રોકતા પુછ્યું તમને ઊડતાં આવડે છે? માલિકે કહ્યુ ના..
પોપટ બોલ્યો તો તમે રહેવા દો!
થોડી વાર પછી પાછી એરહોસ્ટેસ એ બાજુ આવી પાછું પોપટે એરહોસ્ટેસને જોઇને સીટી મારી. એરહોસ્ટેસે ફરી પાછું વળીને પોપટને જોઇ સ્માઈલ આપી.
આ જોઈ પોપટના માલિકેને પાછુ સીટી મારવાની ઈચ્છ થઈ ગઈ...
પોપટે માલિકને કહ્યું ઉડતા આવડે છે?
માલિક: નહીં
પોપટ : તો રહેવા દો.
દશેક મિનિટ પછી ફરી પાછી એરહોસ્ટેસ એ તરફ આવી, પાછું પોપટે એરહોસ્ટેસને જોઇને સીટી મારી. એરહોસ્ટેસે ફરી પાછું વળીને જોઈ પોપટને સ્માઈલ આપી. આ વખતે ફરી પોપટના માલિકને સીટી મારવાની ઈચ્છ થઈ...
પોપટે માલિકને કહ્યું ઉડતા આવડે છે?
માલિક: નહીં..
પોપટ : તો રહેવા દો
થોડી વાર થઈ ને વળી એરહોસ્ટેસ એ બાજુથી નીકળી પાછું પોપટે એરહોસ્ટેસને જોઇને સીટી મારી. એરહોસ્ટેસે આ વખતે પણ પાછું વળીને પોપટને સ્માઈલ આપી.
હવે પોપટના માલિકથી રહેવાયુ નહી, પોપટ ના પાડતો રહ્યો ને માલિકે એરહોસ્ટેસને સીટી મારી જ દીધી...
એરહોસ્ટેસ નારાજ થઈ ગઈ અને તેણે તો ફરીયાદ કરી દીધી. ફરીયાદ પર તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી. સજા તરીકે માલિકને પોપટ સાથે ચાલુ વિમાનમાંથી બહાર ફેંકી દેવાનો આદેશ થયો...
વિમાનનો દરવાજો ઉઘડ્યો..
બેઉને દરવાજે ઉભા કર્યા...
પોપટએ માલિકને પુછ્યું ઉડતા આવડે છે?
માલિક: ના...
પોપટ : તો સીટી શું લેવાને મારી?