ગિફ્ટ
નાનું નાનું પ્યારું
એ લાગે વ્હાલું વ્હાલું
બાળકોને ગમતું
ટેડી બેર વ્હાલું
પોચું પોચું લાગે
રમવા માટે ભાગે
પપ્પા લાવે
મમ્મી લાવે
બેબી માટે
ટેડી બેર લાવે
રમતા રમતા બોલે
બેબી મીઠું બોલે
ગિફ્ટ મારી
સુંદર મજાની
હસતા હસતા બોલે
કાલુ કાલુ બોલે
મમ્મી .. મમ્મી ..
હું પણ તારી ટેડી બેર...
- Kaushik Dave
-Kaushik Dave