*ખબર નથી કે કાલે ક્યાં જવાનુ છે....*
____________________________
હવે ફકીર બની ને ચાલુ છું, અને ફકીર બની ને જવાનુ છે,
ગઈ કાલે ક્યાં હતો ? અને ખબર નથી કે કાલે ક્યાં જવાનુ છે.
બહુ કમાયા હતા જીંદગીમાં, અને જાતે જ સોંપીને જવાનું છે.
ખાલી હાથે આવ્યો હતો અને પાછુ ખાલી હાથે જ જવાનુ છે,
સંબંધોની દુનિયાને પ્રેમ સ્નેહથી ગૂંથી હતી, હવે મોહ માયા છોડી પર ગામ જવાનુ છે,
જીંદગી અને મોત વચ્ચે ' જયવંત ' એક બહુ જ પાતળી દીવાલ છે,
'કવિરાજ ' એ જો હટી જાય તો, જીંદગીને મોત સાથે જવાનુ છે.
*- જયવંત બગડીયા / કવિરાજ*