કોણે પુર્યા હશે આ રંગ મોરપીંછ માં
ન વધારે કે ના ઓછો..
ઉપર સોનેરી અંદર વાદળી તો કોરે લીલો
ઝગમગાટ તો એવો જાણે કે સુવર્ણનું પાણી છંટકાવ કર્યું હોય
કેટલો કલાત્મક કે બસ આંખલડી જોતી જ રહી જાય
ન જાણે કેટલાયે રંગો તો જાણે જોઈ શકાય પણ વર્ણવી ન શકાય
આટલું અદભુત છે આ મોરપીંછ માટે જ
મારા દ્વારકાધીશ એ પોતાના મસ્તક પર સજાવ્યું હશે ..
કોની પુર્યા હશે આ રંગ મોરપીછ માં
જય દ્વારકાધીશ 🙏🏻
11:46 AM 11/12/21
-Bindu _Anurag