Gujarati Quote in Poem by Bhargav Jagad

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ડાયરીમાં તો આપણે લખેલું હોય એટલું સંગ્રહ થાય,
મારી જિંદગીની જીવતી જાગતી ડાયરી તો ફકત તું છે...

ડાયરી તો કયારેક હસાવેને કયારેક રડાવે છે બધાંને,
મારા જીવનની હસતી રડતી ડાયરી તો ફક્ત તું છે....

ડાયરીમાં તો વિતેલા સમયની સૌ કોઈને યાદ અપાવે છે,
મારી બધી યાદોના ખજાનાની ડાયરી તો ફક્ત તું છે....

ડાયરી તો આપણા એકાંતના સમયની સાથી છે,
મારા સારા નરસા સમયની સાથી તો ફકત તું છે...

ડાયરીમાં તો જીવનના અઢળક રાઝ છુપાયેલા હોય,
મારા આ સફરની ખુલ્લી કિતાબ તો ફક્ત તું છે....

ડાયરી તો જીવનના ક્ષણને આલેખવાનું એક વિકલ્પ છે,
મારી જિંદગીની અવિસ્મરણીય ડાયરી તો ફક્ત તું છે....

-Bhargav Jagad

Gujarati Poem by Bhargav Jagad : 111783363
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now