જાણું છું એક દિન બંધ પુસ્તકમાં
સ્મરણ બની સચવાયેલો રહીશ.
જાણુ છું હું કાલ કોણે જોઈ આજ
તમારા સંગે બે વાત તો હૈયાની કહીશ.
કાલે કદાચ પુસ્તકાલય પાના ફેરવશો
પણ હું જાણું કે ક્યાંક હદયમાં રહીશ.
નિંદરમાં સ્વપ્ન બની કદાચ ન પણ આવું
પણ ક્યાંક તો અક્ષરે લખ્યું હું દેખાઈશ.
સંસારમાં ભલે ભુલાઈ પણ હું જાઉં
પણ કવિ હદયમાં યાદ બનીને રહીશ.
કહે નર ઈશ્વરની કૃપા રહી સદા તમારી
યાદોમાં આભાસી યાદ બની રહીશ.
નારાણજી જાડેજા
નર