ડાયરીઓ ના પાનાં ફેરવતા મળ્યું એક ગુલાબ...
જાણે વીતેલી ક્ષણો ને મળી ગઈ નવરાશ..
યાદ આવ્યું એ હારબંધ કે સપષ્ટ નહોતું...
છતાં અનોખા આનંદ થી હૈયા ને ભરતું હતું..
ભૂતકાળ હતું એ, વતૅમાન કે ભવિષ્ય નહિ...
પણ વાગોળવાની અનેરી મીઠાશનું સરનામું હતું એ ગુલાબ....
સ્વીકાર કર્યું હતું ગુલાબ પણ એમને ખબર નહોતી...
નહોતો પ્રેમ નો એકરાર પણ સંમતિ મિત્રતાની હતી...
પરસ્પર ગાઢ આલિંગનનું સાક્ષી નહોતું એ ગુલાબ...
પણ,હાથમાં અધૂરા સપર્શનું ગવાહ જરૂર હતું એ ગુલાબ...
માટે જ કંઇક ખાસ હતું આ ગુલાબ....
#BoyFriend