હૈ કૃષ્ણ તારા આ આંતરિક અને બાહ્ય સૌંદર્ય ને હું કઈ રીતે વર્ણવું
હું પણ તારા જેવું આત્મિક સૌંદર્ય કઈ રીતે પ્રગટાવું
હૈ કૃષ્ણ તારા મનમોહક સૌંદર્ય પાછળ સૌ ગોપી ઘેલી,
હું પણ તારા જેવું કામણગારુ સૌંદર્ય કઈ રીતે બતાવું....
હૈ કૃષ્ણ તારા પ્રેમ સૌંદર્ય પાછળ તો રાધા મીરાં દિવાની,
હું પણ તારા જેવું વ્હાલું સૌંદર્ય કઈ રીતે અપનાવું....
હૈ કૃષ્ણ તારા દિલદાર સૌંદર્ય પાછળ તૌ સૌ કોઈ છે પાગલ,
હું પણ તારા જેવું વિશાળ સૌંદર્ય કઈ રીતે વિસ્તારુ....
હૈ કૃષ્ણ તારા નયન જેવું સૌંદર્ય કઈ રીતે લાવું,
હું પણ તારા જેવી દિવ્ય દ્રષ્ટિ સૌંદર્ય કઇ રીતે પામું....
-Bhargav Jagad