https://dl.flipkart.com/s/9ppmWzuuuN
હું એકલો, તું પણ એકલી,
ચાલ સાથે રહીએ,
આકાશ એકલું, ધરા પણ એકલી,
ચાલ સાથે મળીએ,
રસ્તો એકલો, શિબિર પણ એકલી,
ચાલ સાથે બેસીએ,
હું એકલો, તું પણ એકલી,
ચાલ સાથે રહીએ,
દરિયો એકલો, નદી પણ એકલી,
ચાલ સાથે મળીએ,
દિવસ એકલો, રાત પણ એકલી,
ચાલ સાથે બેસીએ,
હું એકલો, તું પણ એકલી,
ચાલ સાથે રહીએ..
મનોજ નાવડીયા