#ટોપિકઓફધડે
"રોગ પ્લેનેટ"
રોગ પ્લેનેટને તારાવિહીન ગ્રહો(Starless Planet) પણ કહે છે. આપણે આપણાં સૌરમંડળને જોઈએ તો આપણાં સૌરમંડળમાં એક તારો(સૂર્ય) છે અને આ તારાની પ્રબળ ગ્રેવિટિ પૃથ્વી અને અન્ય ગ્રહોને તારાની સાથે જકડી રાખે છે જેને ગુરુત્વીય ખેંચાણ પણ કહે છે અને આ ગુરુત્વીય ખેંચાણને કારણે આ ગ્રહો તારાની આસપાસ એટલે કે કક્ષામાં હોય છે!
હવે અન્ય તારાઓને પણ પોતાનું સૌરમંડળ હોય છે અને તેની આસપાસ ગ્રહો કક્ષામાં હોય છે, તો કેટલાંક તારાઓને સૌરમંડળ નથી હોતું!
હવે, કેટલાક ગ્રહો આ સૌરમંડળનો હિસ્સો નથી હોતા એટલે કે તેઓ કોઈ પણ તારાની કક્ષામાં નથી હોતા. આ ગ્રહો બ્રહ્માંડમાં સ્વતંત્ર રીતે ફરતાં રહે છે જેને 'રોગ પ્લેનેટ' કહે છે!
રોગ પ્લેનેટ જે તે સમયે સૌરમંડળનો હિસ્સો હોઈ શકે છે પરંતુ કોઈ વિશાળ અવકાશી પિંડ તેની સાથે ટકરાવવાથી અને તે અવકાશી પિંડની ટક્કર ખૂબ જ શક્તિશાળી હોવાનાં કારણે તે તારાનું તે ગ્રહ સાથેનું ગુરુત્વીય ખેંચાણ અસ્ત વ્યસ્ત થઈ જાય છે અને તે ગ્રહ સૌરમંડળ માંથી છૂટો પડી જાય છે! તો કેટલાક ગ્રહો ક્યારેય સૌરમંડળનો હિસ્સો ન હોય અને તેઓ બ્રહ્માંડમાં સ્વતંત્ર રીતે ફરતાં રહે છે!
CFBDSIR2149 એ પહેલો રોગ પ્લેનેટ હતો જે ૨૦૧૨માં શોધાયો હતો જે આપણાં સૌરમંડળથી ૧૦૦ પ્રકાશ વર્ષ દૂર હતો અને અત્યાર સુધી ૭૦ રોગ પ્લેનેટ શોધાયા છે!
બ્રહ્માંડમાં અબજોથી ખરબોની સંખ્યામાં આવા ગ્રહો હોઈ શકે છે!
નાસા દ્વારા "નેન્સી ગ્રેસ સ્પેસ ટેલિસ્કોપ" મે, ૨૦૨૭માં લોન્ચ કરવામાં આવશે જે ગ્રહો અને તારાઓ માંથી આવતી ઈન્ફ્રારેડ લાઈટ ડિટેકટ કરશે જેના ધ્વારા રોગ પ્લેનેટને શોધી શકાશે!
-નીલકંઠ