Gujarati Quote in Story by Bhargav Jagad

Story quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

જે વ્યક્તિ જન્મથી શારીરિક કે માનસિક રીતે અસ્વસ્થ હોય, અમુક વ્યક્તિને કોઈ ઘટના કે અકસ્માતમાં કંઈ થઈ ગયું હોય એને આપણે અપંગ કે વિકલાંગ તરીકે ઓળખીએ છીએ . અત્યારે અપંગ કે વિકલાંગ જગ્યાએ બધાં દિવ્યાંગ શબ્દોનો ઉપયોગ કરે છે. અત્યારે બધાં દિવ્યાંગ વ્યક્તિ તરફ તિરસ્કારભરી નજરથી જોય છે. એ લોકો તરફ નફરત રાખે છે . આ બધાંમાં એમની શી ભૂલ છે જો...? ભગવાનએ એમને એવા બનાવ્યા છે એમાં એ લોકો શું કરી શકવાના.

કોઈ જન્મથી અંધ હોય, કોઈનાથી બોલાતું નહીં હોય, કોઈનાથી ચલાતું નહીં હોય, કોઈનાથી સંભળાતું નહીં હોય એમ ઘણાંને જન્મથી ઘણી બધી તકલીફો હોય છે. કોઈને જન્મથી સારા હોયને કોઈ બિમારીમાં અસ્વસ્થ થઈ જાય છે. ભગવાન જયારે કોઈ વ્યક્તિને શારીરિક કે માનસિક સ્વાસ્થ્ય નહીં આપતા હોય ત્યારે કંઈક અલગ પ્રકારની શક્તિ આપેલી હોય છે. એને એ લોકો ઓળખીને જીવનમાં કંઈક કરી બતાવે છે આ દુનિયાને.

દિવ્યાંગ વ્યક્તિ તરફ સમાજનો કંઈક અલગ નજરિયો હોય છે . અમુક વાર તો પરિવારના સભ્યોનું વર્તન એવી વ્યક્તિ તરફ કંઈક અજુગતું હોય છે. જો જયારે પોતાના આવું કરતાં હોય તો એ લોકો બીજા પાસે શું અપેક્ષા રાખે છે. દુનિયામાં ઘણાં એવાં દિવ્યાંગ વ્યક્તિઓ છે જેમણે પોતાની ખામીઓ ભૂલાવીને ખૂબીઓ ઉપર ધ્યાન કેન્દ્રિત કરીને જીવનમાં જે અશક્ય હતું એ શક્ય બનાવ્યું એમનુ જીવન પ્રેરણાદાયી છે.
અમુક દિવ્યાંગ વ્યક્તિએ અલગ અલગ ક્ષેત્રમાં ઘણી સિદ્ધીઓ પ્રાપ્ત કરી છે . જે કામ આપણે નહીં કરી શકીએ એ કામ એ લોકો કરી શકે.

ઈશ્વરએ આપણને શારીરિક ને માનસિક સ્વસ્થ મનુષ્યનો દેહ આપ્યો છે છતાં પણ આપણે હંમેશા ફરિયાદ કરતાં હોય છે. આપણે તો ભગવાનનો આભાર માનવો જોઈએ આપણને જોવા માટે સારી આંખો આપી છે, ચાલવા માટે પગ આપ્યા છે, વિચારવામાં માટે આટલું સારું મગજ આપ્યું છે. પણ આપણે સૌને કંઈક કંઈ જીવનમાં ખુટતુ જ રહે છે. વિચારી જુવો જેઓ અંધ હશે એ લોકોનું જીવન કેવું હશે. જરાક કોઈ કામ હોય તો અન્યનો સહારો લેવો પડે છે. તોપણ એ લોકો ક્યારેય પણ હિંમત નહીં હારતાં.

અત્યારે આપણને કોઈ મુશ્કેલી આવી જાય કે કોઈ કામમાં સફળતા નહીં મળે એટલે આત્મહત્યા એવુંનો પ્રયાસ કરે છે. જ્યારે દિવ્યાંગ વ્યક્તિનું તો સમગ્ર જીવન સંધર્ષથી ભરેલું હોય છતાં પણ કોઈ જાતની ફરિયાદ કર્યા વિના જીવન જીવતા હોય છે.એમનું જીવન તો ખરેખર આપણા માટે પ્રેરણાદાયી હોય છે. એમની પાસેથી ઘણું શીખવા મળે છે. આટલી ખામીઓ હોવા છતાં ક્યારેય પણ હાર નહીં માને ને સતત કંઈક નવું કરતાં હોય છે. એમનું જીવન આપણને સારી શીખ આપે છે કે જે આપણને મળ્યું છે એમાં જ સંતોષ રાખવો જોઈએ કેમકે આપણા જેવું જીવન કોઈના નસીબમાં નથી હોતું.

જે ખામીઓ છે એ આપણે નથી બદલી શકવાના પણ
દ્રષ્ટિકોણ બદલવાની સૌ કોઈને ખાસ જરૂર છે. બધાને એકસમાન નજરે જોવાની આદત પાડવી જોઈએ. એ પણ આપણા જેવા જ માણસ છે. આપણો વ્યવહાર એમના પ્રત્યે દયાનો નહીં હોવો જોઈએ પણ સન્માનનો હોવો જોઈએ. બધાને સરખી નજરેથી જોવાની જરૂર છે. અત્યારે ઘણી સંસ્થાઓ દિવ્યાંગ વ્યક્તિ માટે કાર્ય કરે છે . એમના માટે ઘણી સહાય કરે છે. વિશ્વમાં ૩જી ડિસેમ્બર દિવ્યાંગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે........

Gujarati Story by Bhargav Jagad : 111780371
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now