આજે હમણાં chatbot કહે છે તેનો live અનુભવ કર્યો.આપણે ફોન થી 1 અમુક માટે 2 બીજા માટે એમ કરીએ છીએ. પંદરેક વર્ષોથી icici એ શરૂ કર્યું પછી ઘણે.
આજે ડીશ ટીવી માં મારે એક પૈસા ભરેલી ચેનલ you have not subscribed મેસેજ સાથે બંધ થઈ ગઈ. મેં ડીશ ટીવી પેક માં લોગીન કર્યું પણ એ ચેનલ ચાલુ કરવાનું ઓપશન ન દેખાયું.
મેં વોટ્સએપ નંબર પર hi લખ્યું. સામે hi. I am disha આવ્યું. ડીશ ટીવી એટલે disha!
એના મેન્યુ મુજબ ટાઈપ કર્યું અને ચેનલ નંબર ને નામ આપ્યું એટલે તરત સ્ક્રીન પર બીજી ચેનલ પર જઈ ફરી ત્યાં ગયો એટલે એ ચાલુ.
ઉપરથી anything else ટાઈપ થયેલું આવ્યું અને have a good night, hope you are satisfied.. વ. મેસેજ.
રાતે 11 વાગે કોઈ મનુષ્ય ન હોઈ શકે પણ ચેટ બોટ દ્વારા સાચો માણસ જવાબ આપતો હોય એમ.પ્રોબ્લેમ સોલ્વ થયો.
જો કે એપ મેન્યુ દ્વારા હું ચેનલ મોડીફાય કરી એડ ન કરી શક્યો. વિચિત્ર છે ત્યાં.
મારો પુત્ર મલ્હાર આવા ચેટ બોટ ના પ્રોગ્રામ પણ એની કંપની દ્વારા લખે કે મોડીફાય કરે છે એટલે આવું કશુંક હોય એનો ખ્યાલ હતો. આજે લાઈવ જોયું.