Gujarati Quote in Funny by Jatin Bhatt... NIJ

Funny quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

અવકાશમાં ખાઇ શકાય તેવા આહાર નો આઈડિયા આપો અને 10લાખ ડોલર મેળવો_ એક સમાચાર

વાંચી આપણા દેશ ના અલગ અલગ રાજ્યો એ અલગ અલગ આઈડિયા નાસા વાળાને મોકલ્યા...

મહારાષ્ટ્ર:. તમારા અંતરીક્ષયાત્રીને અમારા મિસળ પાઉં ખવડાવો, જોરદાર સ્વાદ લાગશે અને રોજ રોજ ખવડાવશો તો નીચે આવવાનું પણ નામ નઈ લે...
નાસા: ના ખવડાવાય, કારણ કે ભૂલે ચૂકે જો રસા નો રેલો બહાર નીકળી ગયો તો હવામાં લટકેલો રહેશે અને અવકાશયાન ને નુકશાન કરશે , માટે મિસળ પાઉં નઈ ચાલે...

રાજસ્થાન: અમારી દાલ બાટી ખવડાવો,
નાસા: નઈ ચાલે, કારણકે, જો ભૂલેચૂકે બાટી બહાર ના વાતાવરણ માં જતી રહી તો અમને એવું લાગશે કે કોઇ લઘુગ્રહ છે માટે એ આઈડિયા પણ કેન્સલ...

પંજાબ: અમારા છોલે કુલચા ખવડાવો સાથે લસ્સી પીવડાવો,...
નાસા : ના ખવડાવાય, કારણકે જો ભૂલેચૂકે છોલે અવકાશયાન ની બહાર વેરાઈ ગયા તો ઘણા બધા ઉપગ્રહો ને નુકશાન થઇ શકે, માટે તમારો આઈડિયા કેન્સલ...

આવી રીતે ઘણા દુનિયાના બધા દેશોએ આઈડિયા આપ્યા પણ નાસા ને કાંઈ જામ્યું નહી, તો નાસા એ સામે ચાલીને ગુજરાતી ને ઓફર કરી,

ગુજરાતી: આમ તો આવી ચેલેન્જ અમારા માટે બહુ નાની પડે, પણ તમે સામેથી પૂછ્યું છે ટો કહી દઉ કે તમારા અંતરીક્ષયાત્રીઓને અમારા
મેથીની ભાજી ના ભજીયા, બટાકાની પૂરી, દાબેલી અને બટાકા ભૂંગળા ખવડાવો, તમારા અવકાશયાત્રીઓ વગર શૂન્યાવકાશે તમારા યાન માં ઉડશે...
😜😜😜😜😜😜😜😜😄😄😄😄😄😄😄😄😄😄😄

Gujarati Funny by Jatin Bhatt... NIJ : 111780038
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now