Gujarati Quote in Story by Kish

Story quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આભમાંથી આજે જીણાં જિણાં મોતી વરસી રહ્યા હતા એક બાજુ આથમણે ભગવાન ભાસ્કરે ઊંડા લાગણીના ભર્યા સાગર માં બેસવાની ઉતાવળ કરતા હતા ત્યાંજ એક કડામ વૃક્ષ ની ડાળ ભાંગવનો આવાજ આવ્યો
ઇન્દ્ર એ પોતાના મેઘને જાણે ખુલી છૂટ આપી હોય એમ ધરતી ને ધમરોડવાનું શરૂ કર્યું.......

કૂણાં તળકા એ વિદાય લીધી દિવસ આથમતા ની સાથે જ એક અચાનક વર્ષા રાણીએ રૌદ્ર સ્વરૂપ લીધું
ભયાનક કે વિચિત્ર વાતાવરણ માં ખેતર ની વચોવચ ઊભી રહેલી આંબલી ની નીચે એક નાનકડી એવી પ્રેમી પંખીડાઓ ની જોડ વરસાદ રોકાવવાં ની રાહ જોઈ રહી હતી

આમ તો ખેતર બે ગામ ના રસ્તા ના કાઠે એટલે વટેમાર્ગુ ઓ પણ અહી આવતા અને ખેતરે આંબલી નીચે પાણી પીને અને ઘાસ ના બનાવેલા બાંકડે ઘડી બે ઘડી આરામ કરતા જાય

આજે વિસ્મય પામે એવી ઘટના જોઈ સાંજ ના ટાણે આ બે કોણ? અહી વરસાદ માં આંબલી ના ઓથે ઊભા રહી ને એક બીજાના હાથ ને હાથ માં નાખી ને વરસાદ ને રોકાવા ની રાહ જોઈ રહેલા આ બે નવ યુગલો ને જોઇને એવું લાગતું હતું કે કોઈ બીજા મલક નું માનવી છે

ઉજળા દેહ નમણાં એ નવ યુગલો તો ઇન્દ્ર ની સભા માં શોભતા કામ અને રતી જેવા લાગી રહ્યા હતા

આ દ્રશ્ય જોઇને ખેતર ના માલિક ને પણ એની જુવાની સાંભળી
વર્ષો ના વાણા વાય ગયા હતા હજી એ કોની રાહ જોઈ રહ્યો હતો?

એ પણ એક દિવસ એમની પ્રીત ને લઈને હાલી નીકળ્યો હતો

એ યાદો માં ખોવાયો એમને પણ એમનો ભૂતકાળ યાદ આવ્યો એમનો પ્રેમ યાદ આવ્યો

આજ સ્થિતિ આજ કાળમુખી સાંજ ને આજ એમનું ખેતર
ખુબ ખેલ્યા હતા પ્રણય ના ફાગ ખુબ એક બીજા ને વચને બાંધ્યા હતા

પણ કિસ્મત ને ક્યાં મંજૂર હતું બનેનું ખીલવું
કાળ એકદિવસ એમને આંબી ગયો લગ્ન ના થોડાક જ દિવસમાં એમને લાંબી બિમારી લાગી પોતાની કરીને મનમાં એક એમનો આધાર બાંધનાર એમની પ્રેમિકા એ એમને છોડ્યo હતો

બાપ ના ખેતર માં આવીને પડ્યો ગામ ના કેવા મુજબ તો ખેતર ને શેઢે એક દેવીએ એમને બચાવ્યો હતો ને નવી જિંદગી આપી હતી પણ એ દેવીને એની બીજી માં જ ગણતો

પ્રેમિકા તો પૈસા સંતાનો લઇ ચાલી ગયેલી પાછળ થી ભાડ મળી હતી કે એમને સાપ કરડ્યો ને અભાગણી મૂવી પણ એમને વિશ્વાસ બેસતો નોતો

એના દિલમાં ક્યાંક ક્યાંક હજી એની પ્રેમિકા ખૂણે ખાંચરે યાદ આવતી
ક્યારેક રડી લેતો ક્યારેક હસી લેતો ને ખેત ર માજ સૂઈ રેતો

આજે નજીક જઈ બને ને નિહાળવા લાગ્યો

બાવિસેક વર્ષ ના એ જુવાન ને જોઈ ચહેરો એમનો અકડાયો એમને મળતો ચહેરો જોયો પેટ માં અગન જાગી ફાડ પડી

ઘડીક જોતો જ રહ્યો

પોતાના જેવો જ યુવાન?

ફરી દિમાગ ઘુમ્યું જાણે તેલ ના ઘાણે ઘાંચી નો બળદ જેમ ઘૂમ્યા કરે એમ જ ઘૂમ્યું ગોળ ગોળ

એમને તો હવે રહી રહી ને મગજ માં અંગ્રેજ ની વાત ઉતરી હતી કે તારી બાય ને સાપ નહિ પણ બાજુના ગામનો મુખી કરડી ગયો તો!

:...:......::...:...::.:::::::.... ભાગ 1

Gujarati Story by Kish : 111778094
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now