#ઉત્તરાયણ
આજે ઘણા બધા પતંગ ઉડાડશે, કોઈ જોશે ,
કોઈ દોર પકડશે,તો કોઈ છત પર પણ નહીં આવે!
આપણા બધાની પતંગ તો જિંદગીના આકાશમાં
ઊડી રહી છે!
કોણ ચરખી/ફિરકી પકડશે,કોણ સાથે છે ને કોણ
સામેની અગાસી પર છે,કશો જ ફેર નથી પડતો!
સાચી દોર તો ઉપરવાળા ના હાથમાં છે!
કંઈ પતંગ કયારે કપાઈ જશે ખબર નથી!
હવા હોય કે ના હોય, સુખ હોય કે દુઃખ
બસ પતંગની માફક ઉડતા રહો!
અનિલ ભટ્ટ
૦૩/૨૦૨૨