Gujarati Quote in News by મહેશ ઠાકર

News quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

.
ભીલ + ઔડા = ભિલોડા.
~~~~~~~~~~~~~~~~
ll ભિલોડા ગુજરાત રાજ્યના ઈશાન ભાગમાં આવેલા અરવલ્લી જિલ્લાના ૬ તાલુકા પૈકીના ભિલોડા તાલુકાનું ગામ છે. આ ગામ અરવલ્લીની પર્વતમાળાના ડુંગરોની તળેટીમાં વસેલું છે. મૂળ ભિલોડા ગામ હાથમતી નદીના તટ ઉપર વસેલું હતું. આ ગામ અત્યારે વિકસિત થઈને નાના શહેરના સ્તર પર પહોચ્યું છે. ભિલોડા શહેરનો પણ એક અવિસ્‍મરણીય ઈતિહાસ છે. ભિલોડા શહેર આશરે ૧ હજાર વર્ષ પહેલાં અહીથી બે કિલોમીટર દુર ઝાંઝરમાતાના મંદિર પાસે વસેલું હતું. હાલ ત્‍યાં ખંડેર હાલતમાં ઈંટો તથા અવશેષો છે તે વખતમાં બનાવેલ ઐતિહાસિક પાણીનો કુંડ તથા પૌરાણિક નયનરમ્‍ય વાવ જોવા મળે છે. તે સમયે કરણસિંહ રાજ કરતા હતા. હાલનું ભિલોડા ૯૭૦ વર્ષ જૂનું છે. ભિલોડા શહેર પહેલાં ઈડર સ્‍ટેટના શાસન નીચે હતું.

દરેક શહેર તેમજ ગામના નામની પાછળ કંઈક હેતુ તથા સાથે છુપાયેલો હોય છે. જેમકે અમદાવાદ શહેરનું નામ અહેમદશાહ બાદશાહ એ સ્‍થાપના કરી હતી તેથી તેનું નામ અમદાવાદ છે. તેવી રીતે ભિલોડા શહેરના નામની પાછળ એક રહસ્‍ય છે જે કહેવાય છે કે અહી ૯૭૦ વર્ષ પહેલા ભિલ લોકોની વસ્‍તી હતી. તે લોકો અહી કબિલામાં રહેતા હતા. તેઓનો એક સમાજ હતો. આદીકાળ સુધી તે લોકો ઘાસ તેમજ વાંસના તંબુ આકારના સુંદર મજાના ઘરમાં રહેતા અને આ તંબુ આકારના વાંસ તેમજ ઘાસના ઘરને તે સમયે ઔડા ના નામથી પ્રચલિત હતા. આમ તે લોકો ઓડા બનાવીને રહેતા હતા. તેથી તે સમયે આ વિસ્‍તારને એક સરસ નામથી ઓળખવામાં આવતું. જે નીચે મુજબ સ્‍થાપીત થયું. ભીલ + ઔડા = ભિલોડા. તો મિત્રો આપણા આજના આ શહેરનું નામની પાછળ આવું એક તથ્‍ય છુપાયેલુ છે. અને તેથીજ આજ આ નાનકડુ ભિલોડા શહેર એક આગવું સ્‍થાન ધરાવે છે.

નાથદ્વારાથી પરત ફરતા એક ધાબા પર જમવા રોકાયેલા. દાળ બાટી ઓર્ડર કરી ધાબાના માલિક સાથે સ્થાનિક ખોરાક બાબત વાતચીત કરતાં અહીંના લોકોની મનપસંદ વાનગી ભડકા ભાજી વિષે જણાવે છે. એનો પણ ઓર્ડર કરી વાત આગળ વધારીએ છીએ. આ ચીલની ભાજી માથી બનતી તીખી તમતમતી વાનગી. ખરેખર તો આ ચીલ એટલે ઘઉં ના છોડ પાસે આપોઆપ ઉગી નીકળતું નીન્દામણ જ. પણ પૌષ્ટિકતા તથા આરોગ્યની દ્રષ્ટિએ ખૂબ જ ફાયદાકારક. પથરીના દર્દી માટે અસરકારક. સાત દિવસ નિયમિત ખાવાથી ગમે તેવી પથરી ઓગાળી પેશાબ વાટે બહાર કાઢી નાખે. આ આદિવાસી વિસ્તારમાં આવી ભડકા ભાજી તેલ તમતમતા મસાલા... બધાં ને તો પોષાય પણ નહિ એટલે આ ચીલની ભાજીની કઢી બનાવી ખાય. ભિલોડાની પ્રસિદ્ધ વ્યક્તિઓમાં અમર ઉપાધ્યાય છે, કે જેમણે ટી.વી. શ્રેણી 'કયું કી સાસ ભી કભી બહુ થી'માં મિહિર વિરાણીની ભૂમિકા ભજવી હતી. હાથમતી નદીના કિનારે આવેલ વૈજનાથ મહાદેવના મોટા મંદિર ઉપરાંત ભિલોડાથી લગભગ ૧૮ કી.મીના અંતરે પ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી આવેલું છે. ll
* વાચેલી નોંધના આધારે રૂબરૂ મુલાકાત માર્ચ ૨૦૧૫.
તસવીરો ગૂગલના સૌજન્યથી.

Gujarati News by મહેશ ઠાકર : 111777636
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now