ઘરના આંગણે તો ઘણાં આવીને જતાં રહે,
દિલના આંગણે કોઈક આવે એની રાહ જોવું છું....
ઘરના આંગણે તો અલગ સ્વભાવના લોકો જોવા મળે,
દિલના આંગણે કોઈક ખાસ વ્યક્તિની ઘણી જરૂર છે...
ઘરના આંગણે તો કોણ કેટલો સમય રહશે એની કંઇ ખબર નહીં,
દિલના આંગણે કોઈ ક્યારે આવીને દસ્તક આપી જાય એ ખબર નહીં.....
ઘરના આંગણે તો મીઠો આવકારની જરૂર હોય,
દિલના આંગણે તો લાગણી ને પ્રેમની જરૂર હોય....
ઘરના આંગણે આદર સત્કાર ને માન સન્માનની આશ હોય,
દિલના આંગણે એક મુસ્કાનને નિસ્વાર્થ સંભાળની આશ હોય....
ઘરના આંગણે કેટલાંક આવ્યા તે કોઈકવાર ભુલાય જાય,
દિલના આંગણે આવેલાંની યાદ ક્યારેક ભુલાતી નથી....
-Bhargav Jagad