જો મારે પાસે આવે વિવેકથી તો એ મારો મિત્ર છે,
જો મારે પાસે આવે અભિમાનથી તો એ મારો શત્રુ છે....
જો મારે સાથે પ્રેમથી વર્તન કરશે તો મને વ્હાલા લાગે,
જો મારે સાથે ગુસ્સોથી વર્તન કરશે તો મને અહંકારી લાગે....
જો મારે સાથે બધી પરિસ્થિતિમાં સાથ આપશે એ મારા પોતાના,
જો મારે સાથે સ્વાર્થ માટે સાથ આપશે એ મારા માટે પારકા...
મને મારા માતા પિતાએ આપેલા સંસ્કાર પર અભિમાન છે,
મને માલ મિલકત ને ધન દૌલત પર અભિમાન નથી....
જવાબ આપતાં તો મને આવડે છે બધાને પણ હું ચુપ છું,
અહંકારમાં રહીને સંબંધ બગાડવા નથી પણ સુધારવા છે....
અભિમાન નથી કરવું મારે કેમકે સ્વાભિમાન વ્હાલું છે,
લાગણીશીલ છું એટલે હંમેશાં બધાનું વિચારું છું....
-Bhargav Jagad