હલો હલો હરિસાહેબ જે ધામ હિંગરિયે હલો રે.
મુકે તો શ્રી રામચંદ્ર જો નામ લગે તો વલો રે.
સુણી સંતવાણી કે જીવ તોજો થીંધો ભલો રે.
સાધુ સંતો જી સેવા કરે જો અવસર ન વેને ઠલો રે.
હલો હલો હરિસાહેબ જે ધામ હિંગરિયે હલો રે.
મથે કોલા ખાણી ફેરે તો તુ પાપ જો પોટલો રે.
મેલ્યો તોકે હેડો ટાણું, મન સે હરિ નામ બોલો રે.
સદગુરૂ વેટા કન ફુંકાય ભવસાગર તરેલા નાવ જલો રે.
હલો હલો હરિસાહેબ જે ધામ હિંગરિયે હલો રે.
દુખ મેં અઈ દુખી ન થયો ને સુખ જેજો ન ખેલો રે.
હરિસાહેબ ચે ભા મળે અઈ હેળીમેલી હોભ સે મેલો રે.
નારાણજી જાડેજા
નર
ગઢશીશા
હાલ મુન્દ્રા