શબ્દના આધારે સત્ય સુધી પહોંચવાનું મારે.
અર્થના વિચારે સત્ય સુધી પહોંચવાનું મારે.
અલંકારે સત્ય અનન્વય બની રહેતું સદાયે,
પરાના ઉચ્ચારે સત્ય સુધી પહોંચવાનું મારે.
ગમે તેટલું મધમાં વીંટીને કહો તોયે આંકરું,
છતાં એના પનારે સત્ય સુધી પહોંચવાનું મારે.
કોઈ સ્વીકારે કે ધિક્કારે એ પણ શક્ય છે,
ફરજના આચારે સત્ય સુધી પહોંચવાનું મારે.
સત્ય એટલે સત્ય; ના ભેળસેળને અવકાશ,
પરમના સહારે સત્ય સુધી પહોંચવાનું મારે.
- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.