Gujarati Quote in Poem by SHAMIM MERCHANT

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

*દુલ્હન બની મારી લાડકી*

એક કન્યા કુંવારી,
પપ્પાની રાજદુલારી,
ચંચળ, નટખટ મારી દીકરી,
લાગે બધાને વ્હાલી વ્હાલી.

પસાર થઈ કિશોરાવસ્થાથી,
હવે બની તે અતિ સુંદર યુવતી.
સારો મુરતિયો ગોતવા નિકળ્યા,
રાજીખુશીથી ગોળ ધાણા લેવાયા.

કુટુંબ મોટું થયું, સગપણ વધ્યું,
પંડિત બોલાવી મહુર્ત કાઢ્યું.
ઘર હર્ષ ઉલ્લાસથી ગૂંજી ઉઠ્યું,
જોરશોરથી લગ્નની તૈયારી શરૂ.

જોતજોતામાં મોટો દિવસ આવી પહોંચ્યો,
ઉડી ગયા મારી ઢીંગલી સાથેના અમૂલ્ય વર્ષો.
એનો રાજકુમારી શૃંગાર હું જોતો રહી ગયો,
દુલ્હનના વેશમાં એને ઓળખી ન શક્યો.

એના કાળા લાંબા વાળમાં સુગંધિત ગજરો,
અને કપાળે માંગ ટીકો શુશોભીત સજયો.
શૃંગારમાં મારી ગુડિયા રાણી અદભુત લાગે,
કજરારી આંખમાં નવા સપના સાથે આશા ચમકે.

પહેલા પાનેતર, ને પછી ઘરચોળામાં નીખરી દીકરી,
કાળો ટીકો કરો, એને નજર ન લાગે કોઈની.
અઢળક આશીર્વાદ સાથે તારી વિદાઈ કરીશું,
ભલે આંખ ભીની, પણ તને ખુશી ખુશી વળાવશું.

નવા ઘરમાં સુખ શાંતિ પ્રસારજે,
પ્રેમથી બધાનું મન જીતી લેજે.
નવા સંબંધોમાં મીઠાશ ઉમેરજે,
પાણીમાં ખાંડની જેમ ભળી જજે.

બધું મનગમતું નહીં મળે એ સમજી લેજે,
ક્યારેક ચૂપ રહેજે, ક્યારેક નમતું મુકજે.
નવા લોકોના હૃદયમાં ઘર બનાવવાનું છે લાડકી
બસ આ જ પ્રાર્થના છે, કે તું સદૈવ રહે સુખી.

*શમીમ મર્ચન્ટ, મુંબઈ*
_____________________________________

Gujarati Poem by SHAMIM MERCHANT : 111775236
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now