મનને સ્પર્શે છે તાજગી તારી,
સાચવી રાખ સાદગી તારી !
મારી બે આંખ છે સગી તારી ,
ઓળખી પાડે માંદગી તારી !
યાદ કરતાં જ હોય સામે તું,
કેવી લાંબી છે જિંદગી તારી .
હોઉં મંદિરમાં તોય લોકો કહે ,
કે કરું છું હું બંદગી તારી!
વાત મારી તો મેં કરી નાખી,
ડાયરી ખોલ ખાનગી તારી...
-મહેશ ઠાકર