Gujarati Quote in Poem by Tru...

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

લાગણીસભર શબ્દો ફક્ત ઔપચારિક બની ગયા...
Sorry અને thank you ફક્ત જીભે જ અટકી ગયા...
હૃદયમાં ઉતરતા એને તો તકલીફ બહુ થાય છે...
સાચી ભાવના સાથે હવે કોઈને ક્યાં કંઈ કહેવાય છે ...
welcome તો સ્વાર્થ વગર હવે ભાગ્યે જ બોલાય છે...
અણધાર્યું કોઈ આવે તો surpriz માં ખપાવાય છે...
Beautiful નું ફૂલ હવે ગમે ત્યાં વહેચાય છે...
ચાહેરા ના ઝગમગાટમાં સ્વભાવો ભૂલાય છે....
Hendsome ના સમ તો વારંવાર ખવાય છે....
સારા માણસોની જરૂર હવે ક્યાં વર્તાય છે ...
very good, nice, cute જેવા શબ્દો ની લહાણી કરાય છે...
ગુલદસ્તા નહિ અહી તો આખો બગીચો વપરાય છે...
બટરના તો આખ્ખા કેન જ ઠલવાઈ છે...
બજાર કરતા સમાજમાં સસ્તું મળી જાય છે...
Bay શબ્દ કહી ને પણ કોઈ દિલ માં રહી જાય છે...
કોઈક જ શબ્દ ભાગ્યે હૃદયથી વપરાય છે...
બધાં નહિ પણ ઘણા ઔપચારિકતા માં ફાવી જાય છે....
શબ્દોની આ રાસલીલામાં ઘણાં જામી જાય છે...
લાગણીસભર શબ્દો ફક્ત ઔપચારિક બની જાય છે...
ભોળા માણસો તો વિશ્વાસ રાખી આમતેમ અટવાય છે...

Tru....

Gujarati Poem by Tru... : 111774481
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now