નવું વર્ષ,નવી વાતો,નવા વિચારો,નવા સંબંધો....
સઘળું નવું....?
ના,ઘણુંબધું જૂનું, પણ થોડુંક પરિવર્તન પામેલું...
હંમેશા સાથે જ રહેનારું,અંકબંધ...
સારું સારું સાથે રાખી વધીએ આગળ...
શીખવાડતું જ રહ્યું છે ભૂતકાળ કે આ બધું જ ક્ષણિક છે...
સાચું જીવન તો બસ વર્તમાન જ છે....
તો જીવો, માણો, દરેક ક્ષણ ને આનંદ થી...
બસ બને ત્યાં સુધી દુઃખીના થાય કોઈ આપણા થી...
ઇશ્વરને પણ ગર્વ કરે એવા કર્મો કરવાના થાય પ્રયત્નો...
બસ,આ જ નવા વર્ષની શરૂઆતની શુભકામનાઓ.....
-Tru...