"ફરીયાદ કરે"
યાદ રહે દિલ માં તો ફરિયાદ કોણ કરે,
યાદ બની જાય તસ્વીર, તો ફરી ફરી યાદ કરે.
ના કોઈ ને યાદ કરે, ના કોઈ ને ફરીયાદ કરે,
દિલ માં જ હોય યાદ, તો કોણ ફરીયાદ કરે.
આંખોના પલકારામાં કોઈ યાદ કરે,
આંખો ના પલકારામાં કોઈ ફરીયાદ કરે,
જો હોય આંખો નમ તો દિલ થી એ ફરી ફરી યાદ કરે.
ના કોઈ ને પ્રેમ, ના કોઈ ને યાદ કરે,
એ હમસફર નથી સાચો "સ્વયમભુ" જે કોઈની યાદ માં કોઈને ફરીયાદ કરે.
-અશ્વિન રાઠોડ - સ્વયમભુ